CM Vijay Rupani will inaugurate Climate change initiative by JEDA in #Vadodara tomorrow.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે વડોદરાનાં મહેમાન.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી કલાયમેન્ટ ચેન્જની અસરો નિયંત્રણમાં લઇને ગ્રીન એનર્જી ઉત્પાદન-ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહિત કરતા ઉદાહરણરૂપ પ્રયોગનો ૧૪ જુલાઇએ વડોદરામાં પ્રારંભ કરાવશે.

ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી-જેડા દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની સહાયના ચેક અર્પણ કરવાના છે. શહેરના સર સયાજીરાવ નગરગૃહ અકોટા ખાતે શુક્રવારે સવારે ૧૦ વાગે આ કાર્યક્રમ યોજાયો છે.

વ્યક્તિગત સોલાર રૂફટોપની યોજનામાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા ભારત સરકાર તરફથી પ્રતિકિલો વોટ ર૦,૭૦૦ની સહાય મળે છે. આ યોજનાને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પણ પ્રતિકિલો વોટ ૧૦,૦૦૦ની વધારાની સહાય રૂ. ર૦,૦૦૦ની મર્યાદામાં આપવામાં આવે છે.

ચાલુ વર્ષે ર૦,૦૦૦ લાભાર્થીઓને આવરી લેવા માટે રૂ. ૩પ કરોડની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૧પ,૦૦૦ જેટલી અરજીઓ ૩પ૦૦૦ કિલોવોટ કરતાં પણ વધુ ક્ષમતાના ઊર્જા ઉત્પાદન માટે પ્રાપ્ત થઇ છે.

આ ઉપરાંત, મુખ્યપ્રધાન ધોરણ-૯ થી ૧રમાં અભ્યાસ કરતાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ વ્હીકલ્સનું પણ વિતરણ કરશે. બેટરી ઓપરેટેડ વાહનોમાંથી Co2નું ઉત્સર્જન થતું ન હોવાથી પર્યાવરણ જળવાવા સાથે પેટ્રોલ-ડીઝલના વિકલ્પે સસ્તો વાહન પરિવહન વિકલ્પ મળે છે અને ગતિ મર્યાદા-સ્પીડ લિમીટ પણ હોવાને કારણે માર્ગ અકસ્માતના જોખમ મહદઅંશે નિવારી શકાય છે.



Source

Tags:

You may also like...

0 thoughts on “CM Vijay Rupani will inaugurate Climate change initiative by JEDA in #Vadodara …”

Leave a Reply

Traffic at a Glance

Pageviews 4.239

Days in Range 30

Average Daily Pageviews 141

From Search Results 2.535

Unique IPs 2.754

Last 30 minutes 5

Today 189

Yesterday 219

Facebook Page Reviews

Baroda Rocks
5.0
powered by Facebook
Priyadutt Raj
Priyadutt Raj
2018-02-25T17:03:48+0000
Jigar Tewar
Jigar Tewar
2018-01-20T18:04:39+0000
Sanjay Singh Chauhan
Sanjay Singh Chauhan
2018-01-15T09:53:09+0000
Bhavesh Chauhan
Bhavesh Chauhan
2018-01-14T13:29:18+0000