વડોદરા: છેલ્લા ઘણા સમયથી દિલ્હી તરફથી ગુજરાત આવતી ટ્રેનોમાં ચોરીના અસંખ્ય બનાવો …

વડોદરા: છેલ્લા ઘણા સમયથી દિલ્હી તરફથી ગુજરાત આવતી ટ્રેનોમાં ચોરીના અસંખ્ય બનાવો રેલવે પોલીસમાં નોંધાયા હતા. જેને પગલે રેલવે પોલીસે ટ્રેનોમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. જ્યાં દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ચોરી કરવા આવતી ગેંગના 6 સભ્યોને રેલવે પોલીસે ઝડપી પાડી કુલ રૂ. 7,91,410નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે રેલવે પોલીસ અધિક્ષક શરદ સિંઘલએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, રાત્રીના સમયે દિલ્હી તરફથી ગુજરાત આવતી કોચીવલી તથા સંપર્કક્રાંતિ ટ્રેનમાં ટિકિટ લઇ ગઠીયાઓ બેંસી જતા હતા. જ્યાં મોકો મળે ત્યાં લેડિઝ પર્સની ચોરી કરી રફુચક્કર થઇ જતા.

લેડિઝ પર્સનાં ટ્રેનના એક કોચમાંથી ચોરી કર્યા બાદ ગઠીયાઓ તાત્કાલીક કોચ બદલી કાઢતા અને બીજા કોચમાં ચઢી જતા. અને તેઓ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ પણ ખરીદી હોય જેથી કોઇને શંકા પણ ન જાય.

ઝડપાયેલી ટોળકી છેલ્લા ઘણા સમયથી સક્રિય હતી અને એક પછી એક સરખી મોડ્સ ઓપરેન્ડ સાથે ચોરી કરતા જેથી રેલવે પોલીસે વોચ ગોઠવી હતી અને મળતી માહિતી પ્રમાણે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતી ટ્રેન જેતલપુર બ્રીજ પાસે યાર્ડમાં પહોંચતાની સાથે જ તેમાંથી ઉતરેલા શંકમંદો અજયસિંહ ઉર્ફે ફોગઠીયા ભીખારામ મીના રહે. રાજસ્થાન તથા ન્યુ દિલ્હી ખાતે રહેતા પ્રદિપ ઉર્ફે સીંધી પરસત્તોમદાસ લાલવાણીની અકાયત કરી હતી.



Source

Tags:

You may also like...

0 thoughts on “વડોદરા: છેલ્લા ઘણા સમયથી દિલ્હી તરફથી ગુજરાત આવતી ટ્રેનોમાં ચોરીના અસંખ્ય બનાવો …”

Leave a Reply

WordPress database error You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near '%b, %b)' at line 1 for query INSERT INTO `barodarockz_tsw_log` (`IP`, `Time`, `IS_BOT`, `IS_HIT`) VALUES ('54.225.3.207', 1506326670, %b, %b) made by require('C:\inetpub\vhosts\barodarocks.com\httpdocs\wp-blog-header.php'), require_once('C:\inetpub\vhosts\barodarocks.com\httpdocs\wp-includes\template-loader.php'), include('C:\inetpub\vhosts\barodarocks.com\httpdocs\wp-content\themes\CustomTheme\single.php'), get_sidebar, locate_template, load_template, require_once('C:\inetpub\vhosts\barodarocks.com\httpdocs\wp-content\themes\CustomTheme\sidebar.php'), dynamic_sidebar, call_user_func_array, widget_traffic_stats, view