વડોદરા – આંતર રાષ્ટ્રીય યોગદિવસની પૂર્વ સંધ્યાએ શહેરના યોગ નિકેતન કેન્દ્રના મેદા…

વડોદરા – આંતર રાષ્ટ્રીય યોગદિવસની પૂર્વ સંધ્યાએ શહેરના યોગ નિકેતન કેન્દ્રના મેદાનમાં આજે બ્રહ્મમૂહુર્તમાં 5 વિદેશી સહિત 275 સાધકોએ 108 સૂર્યનમસ્કાર કરીને લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં એન્ટ્રી લીધી હતી. સૂર્ય દેવના 9 મંત્રોના સંગીતમય ઉચ્ચારણ સાથે કરવામાં આવેલા 108 સૂર્ય નમસ્કારથી અદભૂત નઝારો જોવા મળ્યો હતો. કેસરી કલરની ટી-શર્ટમાં સજ્જ 12 વર્ષથી 75 વર્ષના સાધકો દ્વારા તાલબદ્ધ સૂર્યનમસ્કાર કરવામાં આવ્યાં હતાં.

108 સૂર્ય નમસ્કારના આ કાર્યક્રમમાં શહેરમાં વિવિધ કંપનીઓમાં ઇન્ટેનશીપ કરતા નોર્વે, બેલ્જીયમ, નેધરલેન્ડ, જર્મની અને રશિયાના પાંચ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. જેમાં નોર્વે અને રશિયાની મહિલાઓનો સમાવેશ થાય છે. પાંચે વિદેશીઓ છેલ્લા 6 માસથી વડોદરામાં રહે છે. તેઓને યોગ નિકેતન દ્વારા 108 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતાં તેઓ પણ છેલ્લા બે માસથી સૂર્ય નમસ્કારની તાલીમ લેતા હતા. તેઓએ 9 સંગીતમય મંત્રોચ્ચાર સાથે સમૂહમાં 108 સૂર્ય નમસ્કાર પૂર્ણ કર્યા હતાં.

Vadodara : 275 ppl perform 108 Surya Namaskar together in Vadodara, ahead of the International Yoga Day, in an attempt to make a world record.


Source

Tags:

You may also like...

0 thoughts on “વડોદરા – આંતર રાષ્ટ્રીય યોગદિવસની પૂર્વ સંધ્યાએ શહેરના યોગ નિકેતન કેન્દ્રના મેદા…”

Leave a Reply

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Blog Traffic

Pages

Pages|Hits |Unique

  • Last 24 hours: 3,962
  • Last 7 days: 25,469
  • Last 30 days: 113,334
  • Online now: 14

  • Baroda Rocks Android Application