વડોદરામાં તોફાન કરાવા પાછળ ક્યા નેતાએ રૂ. 4 લાખ આપ્યા? #Vadodara: which leader gives 4 lakh rupees to start rioting?

ગત મોડી રાત્રે પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જવાના રાસ્તે થયેલી કોમી હિંસા ભડકાવા પાછળ વિસ્તારના જ મોટા કદાવર નેતાનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં વિસ્તારમાં રહેતા લઘુમતી કોમના એક હિશ્ટ્રીશટરને રાજકીય નેતાના એક ફન્ટર થકી ગણેશજીની સવારી અને શહેરની શાંતિ ડોહળાવા માટે રૂ. 4 લાખ પહોંચાડવામાં આવ્યાં હોવાનું મનાઇ રહ્યું છે. જોકે પુર્વ આયોજત કાવતરાના ભાગરૂપે એક કલાકના અંતરે બે વખત શ્રીજીની સવારીના રૂટ પર અંધારપટ કરી એકા એક પથ્થરમારો કરવામાં આવ્યો, જેની પાછળ ચોક્કસ પણે વિસ્તારમાં રહેતા અને મોટો રાજકીય હોદ્દો ઘરાવતા નેતાએ સત્તાના જોરે શહેરની શાંતિ ભંગ કરી હોવાનું સ્પષ્ટ પણે સેવાઇ રહ્યું છે. જો પોલીસ આ અંગે નિષ્પક્ષ તપાસ કરે તો ઉપરોક્ત હકિક્ત બહાર આવે તેવી શક્યતાઓ છે.

શહેરમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડોદરા ખાતે વર્ષોથી પરંપરાગત શ્રીજીની પ્રતિમા વિવિધ મંડળો દ્વારા વિધિવદ સ્થાપના કરવામાં આવે છે. ત્યારે ગત મોડી રાત્રે શહેરની સૌ પ્રથમ શ્રીજીની સવારી આજવા રોડ સરદાર એસટેટ ખાતેથી નિકળી ન્યાયમંદિર સ્થિત પ્રતાપ મડઘાની પોળ ખાતે પહોંચવાની હતી. જ્યાં ગત રાત્રે 10.27ની આસપાસ આર્યુવેદીક ચાર રસ્તા પાસે શ્રીજીની સવારી પહોંચતાની સાથે જ એકા એક સ્ટ્રીટ લાઇટો ટપો ટપ બંધ થઇ જતા રસ્તા પર અંધાર પટ છવાઇ ગયું હતું. જોકે શ્રીજીની યાત્રા થોભ્યા વિના મંડળના સભ્યો દ્વારા સવારી આગળ વધારવામાં આવી હતી.

પુર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે રાત્રે 11.27 વાગ્યાની આસપાસ જેવી શ્રીજીની સવારી પાણીગેટ દરવાજા બહાર આવી તેવી ફરી એક વખત માંડવી દરવાજા સુધીની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જતા ફરી એક વખત અંધારપટ છવાઇ ગયું હતું અને જોત જોતામાં જમનાબાઇ હોસ્પિટલના ખાંચા સહીત અન્ય ગલ્લી ખુંચાઓમાંથી ટપોટપ પથ્થર મારો શરુ કરી દેવામાં આવ્યો. જે રસ્તા પર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યાંથી સામાન્ય દુરી પર સીટી પોલીસ સ્ટેશન અને બીજી તરફ પાણીગેટ પોલીસ સ્ટેશન આવેલુ છે. તે ઉપરાંત ડીસીબી કચેરી પણ નજીકમાં જ આવેલી છે. તેમ છતા લાંબા સમય સુધી ચાલેલો પથ્થરમારો રોકવા માટે પુરતા પ્રમાણમાં પોલીસ પણ હાજર ન હતી. સીટી પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ દ્વારા શ્રીજીની પ્રતિમાને તંગદીલીભર્યા વાતાવરણમાંથી બહાર કાઢવામાં આવી.

લાંબા સમય સુધી બન્ને કોમના ટોળા વચ્ચે ચાલેલા પથ્થરમારાને રોકવા માટે આખરે પોલીસ કાફલો પહોંચ્યો અને ટોળાને વેરવિખેર કરવા માટે ટીયર ગેસના 27 સેલ છોડાયા અને હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત સમગ્ર ઘટના એક રાજકીય પુર્વઆયોજીત કાવતરૂ હોવાનુ આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જેમાં મહત્તવની વાતતો એ છે કે હીન્દુત્તવના નામે પ્રજા પાસેથી મત મેળવી અને હીન્દુ દેવી દેવતાના તહેવારોમાં જ પોતાના રાજકીય ફાયદા માટે લાલુ અનડ્ડા અને અજ્જુ કાણિયા જેવા હીશટ્રીશટરને 4 લાખ રૂપિયા જેટલી રકમ વાડી વિસ્તારમાં રહેતા એક ફન્ટર થકી પહોંચાડી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે. જોકે આ સમગ્ર ઘટનામાં એક મહિલા કોર્પોરેટરના પતિએ પણ કાવતરાના ભાગરૂપે રસ્તા પર ડી.જે ઊભુ કરી મુખ્યભૂમિકા ભજવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સીટી પોલીસે હાલ આ ઘટનામાં અજ્જુ કાંણીયો અને લાલુ અન્ડા સહિત 25 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Source : MERANEWSSource

Tags:

You may also like...

2 thoughts on “વડોદરામાં તોફાન કરાવા પાછળ ક્યા નેતાએ રૂ. 4 લાખ આપ્યા? #Vadodara: which leader …”

 1. Aijaj Tagala says:

  આ ઘટના ક્રમ બરોડા ના તમામ જાગૃત યુવાનો સુધી પહોંચાડો ….

  (૧) અચાનક કાલે મુખ્યમંત્રી શ્રી અને આરએસએસ ના મહામંત્રી ભૈયુજી વચ્ચે બરોડા માં ગુપ્ત ધોરણે મુલાકાત થાય છે
  (અંદાજિત ૨ કલાક મુલાકાત ચાલે છે અને રાત્રે ૭ વાગે મુખ્યમંત્રી રવાના થાય છે )

  (૨) રાત્રે ૧૦:૩૦ વાગે શ્રીજી મહારાજ ગણપતિદાદા ની સવારી પાણીગેટ પહોંચી ત્યારે અચાનક ઓચિંતા સ્ટ્રીટ લાઈટ એક દમ બઁધ થઈ ગઈ …

  (૩) આ સવારી પાણીગેટ થી માંડવી તરફ રાત્રે ૧૧:૩૭ એ પહોંચી ત્યારે ફરીવાર અચાનક એકદમ સ્ટ્રીટ લાઈટ બઁધ થઈ ગઈ અને શ્રીજી મહારાજ ની મૂર્તિ ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો

  હવે આ લાઈટ કેમ બઁધ થઈ ????

  લાઈટબઁધ થતા ની સાથેજ જમનાબાઈ ના ખાંચામાંથી કાચની એસિડ ભરેલી બોટલ અને પથ્થર નો વરસાદ થયો …

  પાણીગેટ થી માંડવી સુધી મોટાભાગ ની ગલીઓમાં ૫૦/૫૦ ના ટોરા એ સવારી ને આયોજન બદ્ધ રીતે ઘેરી ને વાતાવરણ બગાડ્યું

  શું આ ઘટના ની પાછળ કોઈ મોટી સાજીશ છે ?
  કે જે મંડળ ગણેશ ભગવાન ના તહેવાર માટે નીડર થઈ ને સામી છાતી એ લડે છે તેને અમુક તાકતો દબાવવા માંગે છે ?

  આખી સવારી વખતે તૈયાર થાળી એ જમવા આવી ને નેતાગીરી કરનાર ભાજપી નેતાઓ પણ આખી સવારી માં ક્યાંય નજરે પડ્યા નથી એ પણ એ સૂચક બાબત છે.

  #કૉંગ્રેસ_એ_ગણેશ_મંડળો_ને_સાથ_રાખી_ને_આંદોલન_કરેલું_ને_મૂર્તિની
  _હાઈટ_બાબતે_સુખદ_નિરાકરણ સત્તાધીશો ની સામે લાયેલા
  કદાચ એજ ભાજપ ને નતું ગમ્યું
  સીટી વિસ્તાર ના ભાજપ ના ધારાસભ્ય સહિત એક પણ ભાજપી વ્યકતી ત્યાં હાજર નહોતી એ પણ સૂચક છે

  હિન્દૂ એકતા કોઈ ની મ્હોંતાજ છે ખરી?
  હિન્દૂ ઓ એ એક થવા ભાજપ જ વિકલ્પ છે એ ભ્રમ પણ કાલે ભાંગી ગયો.એક પણ ભાજપીયા નેતા વગર પબ્લિક એ ગણેશજી ની મૂર્તિ નીરક્ષા કરી ને ચમત્કાર પણ જુઓ કે આટલા બધા પથ્થરો ને સોડા બોટલો નો મારો 25 ફુટ ઉપર થી થવા છતાં પણ શ્રીજી ની.પ્રતિમા ને આંચ નથી આવી

  થોડાજ સમય માં હવે રાજ્યમાં ધાર્મિક તહેવાર આવી રહ્યા છે ત્યારે આ રીતનું આયોજનબદ્ધ કાવરતરુ કરનારા લોકોને પોલીસ જલ્દી થી જલ્દી પકડે અને પોલીસ એમનો પાવર આ લોકો ને બતાવે એજ આશા ….

 2. Gajendrasinh Chauhan says:

  Kone apya kaho ani vanhe bamboo ghalu

Leave a Reply

Traffic at a Glance

Pageviews 4.215

Days in Range 30

Average Daily Pageviews 141

From Search Results 2.519

Unique IPs 2.735

Last 30 minutes 6

Today 165

Yesterday 219

Facebook Page Reviews

Baroda Rocks
5.0
powered by Facebook
Priyadutt Raj
Priyadutt Raj
2018-02-25T17:03:48+0000
Jigar Tewar
Jigar Tewar
2018-01-20T18:04:39+0000
Sanjay Singh Chauhan
Sanjay Singh Chauhan
2018-01-15T09:53:09+0000
Bhavesh Chauhan
Bhavesh Chauhan
2018-01-14T13:29:18+0000