આજે વડોદરા શહેરમાં મુક્તાનંદ ચાર રસ્તા, કારેલીબાગ નજીક નવરચના વિદ્યાની વિદ્યાલય …

આજે વડોદરા શહેરમાં મુક્તાનંદ ચાર રસ્તા, કારેલીબાગ નજીક નવરચના વિદ્યાની વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલવાન પલટી ખાઈ ગઈ હતી. સોમવારે સવારે 8.00 કલાકે 14થી વધુ વિદ્યાર્થીઓને લઈને નિકળેલી સ્કૂલવાન એકાએક પલટી ખાઈ જતાં જેના કારણે વિદ્યાર્થીઓમાં ચીસાસીસ થઈ ગઈ હતી. પલટી ખાધા બાદ સ્કૂલવાન રોડ ઉપર ઘસડાઈ જતાં વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી 7 થી 8 વિદ્યાર્થીઓને વધુ ઈજા થતાં તાબડતોબ નજીકના દ્વારકેશ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા

વિદ્યાર્થીઓને લઈને આવતી સ્કૂલવાન પલટી ખાઈ ગયાના સમાચારને પગલે વાલીઓના જીવ તાળવે ચોંટયા હતા. અને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા હોસ્પિટલ તેમજ બનાવ સ્થળે દોડી પહોંચ્યા હતા. સદ્નસીબે અંતરીયાળ વિસ્તારના રોડ ઉપર વાન પલટી ખાઈ જતાં મોટી જાનહાનિ ટળી હતી. જો કે અકસ્માતને પગલે વિદ્યાર્થીઓમાં ભય છવાઈ ગયો હતો. ઈજાગ્રસ્તો પૈકી એક વિદ્યાર્થીને માથાના ભાગે તેમજ શરીરે વધુ ઈજાઓ પહોંચી હતી. એક વિદ્યાર્થી ને પગમાં વધારે ઇજા થવાથી એકસરે કાઢવા લઇ ગયા હતા, કદાચ ફેક્ચર હોઈ શકે.

આ સમગ્ર પકરણ માં વિદ્યાર્થીઓ પાસે જાણ કરતા વાનનો ડ્રાઈવર સ્પીડ માં રાઈટ ટર્ન લેતી વખે વેન પલટી ગઈ હતી ત્યારબાદ ડ્રાઇવર ભાગી ગયો હતો.

ઘટના સ્થળ ઉપર સ્કૂલના પ્રિન્સિપાલ આવી પહોંચ્યા હતા…

Source

Tags:

You may also like...

0 thoughts on “આજે વડોદરા શહેરમાં મુક્તાનંદ ચાર રસ્તા, કારેલીબાગ નજીક નવરચના વિદ્યાની વિદ્યાલય …”

Leave a Reply